બંધ

    ઇ-કોર્ટસ સર્વિસિઝ મોબાઇલ એપ અને જસ્ટિસ આઇએસ એપ માં ઇન્ડિયા કોડનો ઉમેરો

    પ્રકાશન તારીખ: November 21, 2022

    JUSTIS Appઇ-કોર્ટસ મોબાઇલ એપ્લીકેશન અને જસ્ટિસ આઇએસ એપ્લીકેશન બંનેમાં નવી વિશેષતા “ઇન્ડિયા કોડ”નો ઉમેરો કરવામાં આવ્યો છે, જેના થકી ઉપયોગકર્તાઓ માટે તમામ કાયદાઓ, નિયમનો અને જાહેરનામાંઓ તેમના મોબાઇલ પર સુગમ્ય બને છે. તમામ મૂળભૂત કાયદાઓ માટેનું તે રેડી-રેકનર છે. ઉદાહરણ તરીકે, આપને ક્રિમિનલ પ્રોસીઝર કોડ, ૧૯૭૩ ની કોઇ કલમનો સંદર્ભ કરવો હોય, તો મોબાઇલ એપ્લીકેશન થકી તે કરી શકાય. અમને આશા છે કે આ વિશેષતા મોબાઇલ એપ્લીકેશનને વધુ ઉપયોગી બનાવશે. આપના પ્રતિસાદ સહર્ષ આવકાર્ય છે.